વેડચ કલ, આજ ઔર કલ ?

ગામની પ્રગતિ, દેશની પ્રગતિ

વિભાગ- ૪



અન્ય સંસ્થાઓ
૧.ગ્રામ પંચાયત
            
  સ્થાપના તારીખ – ૨૪/૧૨/૧૯૪૦
  પ્રથમ સરપંચ   - સ્વ.શ્રી નિરાંતભાઇ ભગવાનભાઇ
  ડે.સરપંચ        - સ્વ.શ્રી કાભઇબાવા દીપસંગ
  સેક્રેટરી           - સ્વ.શ્રી ભીમસંગ નાથુબાવા
  કોટવાળ         - સ્વ.શ્રી ખોડાભાઇ કાભઇભાઇ
  ગ્રામ.પં.નું નવુ મકાન બંધાયું – સને ૧૯૫૬ માં

                                                 -વિશેષ માહિતી-
    પહેલાના સમયમાં ગામના વહીવટ માટે પટેલો નીમવામાં આવતા હતા. પાંચ ભાગના પાંચ પટેલોની નિમણૂક કરી પાંચ જણને પટલાઇ સોંપવામાં આવી તે નીચે મુજબ છે.
૧.મેઘજી   – શ્રી ધુળાભાઇ મોતીભાઇ જાદવ
૨.આહજી  – શ્રી સદાબાવા નરોતમભાઇ જાદવ
૩.ચતુરજી – શ્રી ધુળાભાઇ ભાઇજીભાઇ જાદવ
૪. તેલજી – શ્રી જીબાવા ભાવસંગ જાદવ
૫.ભીમજી – શ્રી શંકરભાઇ ગોવિંદભાઇ જાદવ
    ત્યારબાદ સમય જતાં પંચાયતી રાજ આવ્યું અને ગ્રામ પંચાયતના ચૂટાયેલા પ્રતિનિધિઓ ગામનો કારોબાર ચલાવે એવી વ્યવસ્થા સરકાર તરફથી અમલમાં આવી.
    પ્રથમ વેડચના ચોરામાં ભરૂચ જીલ્લા લોકલ બોર્ડના પ્રેસિડેન્ટ શીવશંકર છગનલાલ ભટ્ટ ની પ્રિસાઇડીંગ તરીકે નિંમણુંક કરવામાં આવી. અને તેમના સાનિધ્યમાં ગામલોકોની મિટીંગ બોલાવવામાં આવી હતી.તેમાં વગર ચુંટણીએ માત્ર સિલેક્સનથી સભ્યોની વરણી કરવામાં આવી.તેમાં સરપંચ તરીકે શ્રી નિરાંતભાઇ ભગવાનભાઇ જાદવ ની નિમણૂક કરવામાં આવી અને ડે.સરપંચ તરીકે કાભઇબાવા દીપસંગ જાદવ ની અને અન્ય સભ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ચોરાનું મકાન જૂનું પુરાનું જર્જરીત હોવાથી પંચાયત ની ઓફીસ માટે લાયક ન હોવાથી શરૂઆત માં પંચાયતની કાર્યવાહી માટે શ્રી હિંમતભાઇ આશાભાઇ રાઠોડ ના ભાડાના મકાનમાં ચલાવવામાં આવી ત્યારબાદ રામજીમંદિરની ખાલી પડેલી ઓરડીમાં પંચાયતની ઓફીસ બનાવી કાર્યવાહી ચલાવતા.
      ત્યારબાદ સરપંચશ્રીના પ્રયત્નથી શ્રી મામલતદાર જંબુસરની મંજૂરી લઇ ચોરાનો કબજો પંચાયતે લીધો અને તોડી પાડી તેજ જગ્યા સને ૧૯૫૬ માં નવું મેડાવાળું મકાન બનાવ્યું. ત્યારથી પંચાયતની કાર્યવાહી ગ્રામ પંચાયતના મકાનમાં ચાલુ થઇ.
                                          
                                     ૨.   પોલિસ સ્ટેશન
પ્રથમ પોલિસ સ્ટેશનની શરૂઆત  - સને . ૧૯૫૬
પ્રથમ પી.એસ.આઇ.સાહેબ        - શ્રી ચતુરભાઇ પટેલ
પોલિસ કવાર્ટસ – ૧૮ ઓરડીનું બાંધકામ – સને ૧૯૫૮
પી.એસ.આઇ.સાહેબની ઓફિસ તથા જેલની
 ઓરડી બંધાઇ તેનું ઉદઘાટન -           - તા. ૨૩/૧૨/૧૯૭૭
તે સમયના પી.એસ.આઇ.સાહેબ – શ્રી પુનસાહેબ
તેના ઉદઘાટક – શ્રી માનનીય ગુ.રાજ્યના ગૃહમંત્રી શ્રી પોપટલાલ વ્યાસ
પી.એસ.આઇ.સાહેબની બીજી ઓફિસ તથા
જેલની ઓરડી બંધાઇ તેનું ઉદઘાટન -     - તા.૧૬/૧૧/૨૦૦૬ સંવત ૨૦૬૩ ના કારતક વદ -૧૧
તે સમયના પી.એસ.આઇ.સાહેબ – શ્રી એ.એફ.દીવાન
તેના ઉદઘાટક   -  માનનીય શ્રી ગુ.રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રી શ્રી છત્રસિંહ મોરી સાહેબ – નહાર

                                      - વિશેષ માહિતી –
    અગાઉના બ્રિટીશ રાજ્ય દરમ્યાન વેડચ અને તેની આજુબાજુના ગામોમાં ગુનાઓનું પ્રમાણ વધુ હોવાથી સને ૧૯૩૬ માં અઢાર ગામોના સંરક્ષણ ને આવરી લેતું વેડચ ગામે પોલિસ સ્ટેશનની રચના થઇ.
    શરૂઆતમાં મહંતીશ્રી સ્વ.રતનગીર દયાગીરના મઠની ખડકીના મેડા ઉપર ભાડાથી ઓફિસ શરૂ થઇ. ત્યારબાદ ભાથુજીમંદિરની ઓરડીમાં ત્યારબાદ ગ્રામ.પંચાયતના મકાનના મેડા ઉપર અને છેલ્લે ધર્મશાળાના મકાનના ઓરડામાં પોલિસ ભાઇઓ તથા શ્રી પી.એસ.આઇ.સાહેબ પણ ગામમાં લોકોના મકાનોમાં ભાડાથી રહેતા હતા.
    ત્યારબાદ ગામની નજીક સ.નં.૧૩૮-એકર-૨ ગુંઠા.૧૨ જમીન સરકારશ્રી ખરીદી અને સને ૧૯૫૮ માં પોલિસ ભાઇઓને રહેવા માટે ૧૮ ઓરડીઓનું બાંધકામ થયું. જે પોલિસ લાઇન નામે ઓળખાય છે.
    ત્યારબાદ સને ૧૯૭૭ માં તે સમયના શ્રી પી.એસ.આઇ.સાહેબ પુનસાહેબ ના સહયોગથી પી.એસ.આઇ.સાહેબની ઓફિસ બંધાઇ.તેનું ઉદઘાટન તા.૨૩/૧૨/૧૯૭૭ નારોજ તે સમયના ગુ.રાજ્યના ગૃહમંત્રી શ્રી પોપટલાલ વ્યાસ સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું. તે સમયે ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય શ્રી મગનભાઇ બી.સોલંકી સાહેબ તે પણ પધારેલા ગામના યુવક મંડળ.શાળાના શિક્ષકો તથા ગામના આગેવાનો શ્રી કાન્તીગીર રતનગીર ,શ્રી અમરસંગ છગનભાઇ ,શ્રી પરસોતમભાઇ ઝીણાભાઇ તથા શ્રી ફતેસંગ નાથુબાવા વિગેરેના સહકારથી ભવ્ય રીતે ઉદઘાટનનો પ્રસંગ ઉજવેલો.તે તે વખતે ગુ.ફિલ્મકલાકાર પી.પીરસાણી નાટક મંડળી લઇને આવેલા અને સોહાગન નામનું નાટક પણ ભજવેલું. ઉપરાંત હિંગુ એન્ડ પાર્ટીએ  મીમીર્કીનો પણ પ્રોગરામ કરેલો.
    ત્યારબાદ ઓફિસ માટેનું નવું મકાન ઇ.સ.૨૦૦૬ માં બંધાયું તેનું ઉદઘાટન તા.૧૬/૧૧/૨૦૦૬ નારોજ ગુજરાત રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રી શ્રી છત્રસિંહ મોરી સાહેબના વરદ હસ્તે નક્કી કરલુ હતું. પરંતુ તે જ દિવસે ચૂંટણી અંગેની આચાર સંહિત લાગુ પડવાથી તેઓ આથી શક્યા ન હતા. તે સમયના ગૃહમંત્રી શ્રી અમીત શાહ હતા તે પણ આવેલા અને ભરૂચ જીલ્લાના ક્લેક્ટર સાહેબના વરદ હસ્તે ઉદઘાટન થયેલું. તે સમયના જી.એસ. મલેક પોલિસ અધીક્ષક ભરૂચ ના હતા અને પી.એસ.આઇ.શ્રી એ.એફ.દીવાન સાહેબ હતા.
   હાલમાં ૨૦ પોલિસ ભાઇઓ અને ૧ પી.એસ.આઇ.સાહેબ અહીંના પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.
   પોલિસ ભાઇઓ પ્રજાના મિત્ર બની રહે એ જરૂરી છે. પરંતુ સાથે સાથે ગામના પ્રતિષ્ઠિત અને સન્માનનીય વ્યક્તિઓની સલામતી પ્રત્યે પણ જાગૃકતા રાખવી જરૂરી છે.
                                     ૩.  શ્રી સાર્વજનિક પુસ્તકાલય
સ્થાપના તારીખ  - તા.૨૪/૦૧/૧૯૫૦
પ્રથમ પ્રમુખ      - શ્રી રણછોડભાઇ લક્ષ્મણભાઇ જાદવ
પ્રથમ મંત્રી       - શ્રી ભુપતસિંહ દાદાબાવા જાદવ
પુસ્તકાલયનું મકાન બંધાયું – સને ૧૯૭૦
              
-વિશેષ માહિતી-
       યુવાનો ફુરસદના સમયમાં વાંચન પ્રત્યે રસ દાખવે અને કંઇક જાણકારી મેળવે એવા હેતુથી પુસ્તકાલય શરૂ કર્યુ. શરૂઆતમાં સંસ્થા માટે મકાન ન હોવાથી શ્રી ભુપતસિંહ દીપસિંહ પરમારના સુપુત્ર શ્રી પ્રતાપસિંહ ભીમસિંહ પરમાર તથા શ્રી મૂળચંદ મંગળદાસ શાહ તરફથી ઘણાં પુસ્તકો દાનમાં મળ્યાં અને ધીમે ધીમે તેનો વિકાસ થયો.  દર રવિવારે પુસ્તકો વાંચવા માટે આપવામાં આવતાં અને પરત લેવામાં આવતાં સમય જતાં ગ્રા. પંચાયત મકાનના મેડા ઉપરની ઓરડીમાં પુસ્તકાલય લઇ ગયા. ત્યારબાદ પુસ્તકાલય માટે મકાનની જરૂરિયાત ઉભી થઇ. તે સમયના સરપંચશ્રી અમરસંગ છગનભાઇ જાદવના સહયોગથી તા.૧૨/૧૧/૧૯૬૭ના રોજ શ્રી મગનભાઇ બી. સોલંકી સાહેબના વરદ હસ્તે મકાન બાંધવાનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું અને સને ૧૯૭૦ માં મકાનનું બાંધકામ પૂર્ણ થયું. શ્રી ભુપતસિંહ દાદાબાવા જાદવ ના મંત્રીપણા હેઠળ શ્રી ઉદેસંગ મોહનભાઇ જાદવ,શ્રી નરદેવ ચુનીલાલ ભટ્ટ તથા શ્રી ફતેસિંહ રતનસિંહ જાદવ તથા શ્રી શીવશંકર રણછોડદાસ વિગેરેના સમયભોગના માનદ સહયોગથી પુસ્તકાલયનાં સુંદર અને વ્યવસ્થિત વહિવટ ચાલતો હતો.પુસ્તકાલયમાં અનેક પ્રકારનાં પુસ્તકો જેવાંકે ઐતિહાસિક, ધાર્મિક, સામાજીક, રાષ્ટિય તથા રહસ્યમય પુસ્તકો વસાવેલાં હતાં. સમાચારપત્રો ,  માસિકઅંકો, તથા અન્ય સામયીકો આવતાંહતાં. સરકારશ્રી તરફથી તેનું દરવર્ષે ઓડિટ થતું હતું અને ખર્ચના પ્રમાણમાં ગ્રાન્ટ પણ આવતી હતી. સમય જતાં પુસ્તકાલય મૃતપાય અવસ્થામાં આવી ગયું અને તે પડી ભાંગ્યું. અને તેના મકાનમાં આજે હાઇસ્કુલ માટેની કાર્યવાહી માટે કાર્યાલય ચાલે છે.
                                      ૪ ધી સેવા સહકારી ખેડૂત મંડળી
સ્થાપના તારીખ    -
પ્રથમ મંત્રી      – ડાકુજીરાવ  મરાઠે
પ્રથમ ચેરમેન   - શ્રી રતસંગ લક્ષ્મણભાઇ જાદવ
સ્થાપના તારીખ – તા.૨૭/૦૨/૧૯૬૪    /    રજી.નં. ૩૨૫૬  - ભરૂચ
પ્રથમ મંત્રી      - શ્રી ભુપતસિંહ દાદાબાવા જાદવ
ચેરમેનશ્રી       - શ્રી અમરસંગ છગનભાઇ જાદવ

                                       વિશેષ માહિતી
    પ્રથમ સેવા સહકારી ખેડૂત મંડળીનો વહીવટ જંબુસરના ડાકુજીરાવ મરાઠે દ્વ્રારા ચાલતો હતો.ત્યારબાદ સમય જતાં તેનું વિલિનીકરણ થતાં  ઉબેર સેવા સહકારી ખેડૂત મંડળી સાથે જોડી દેવામાં આવી. ત્યારે ત્યાંના પ્રા.શિ.શ્રી  છોટાભાઇ રામદાસ પરમાર મંત્રી તરીકે વહીવટ કરતા હતા. ત્યારબાદ ઉબેર મંડળીમાંથી કેટલાક સભ્યો છૂટા થઇ ગયા ત્યારબાદ વેડચ ગામમાં જ ખેડૂતોને ધીરાણ મળી રહે તથા બીજા આર્થિક લાભ તથા ખાતર-બીયારણ વિગેરે ખેડૂતોને મળી તેવા શુભ આશયથી શ્રી ભુપતસિંહ દાદાબાવાના પ્રયત્નોથી ગામમાં સહકારી ખેડૂત મંડળીની સ્થાપના થઇ. પરંતુ આજે ખેડૂતો તેનો લાભ લેતા અને ગણ્યા ગાંઠ્યા સભ્યો દ્વ્રારા મૃતપાય અવસ્થામાં મંડળી ચાલે છે.
                                    ૫. ધી દૂધ ઉત્પાદક સહકારી મંડળી
  સ્થાપના તારીખ   - તા ૨૪/૦૮/૧૯૬૬
        રજી . નં    -  ૩૩૦૫  - ભરૂચ
  પ્રથમ મંત્રી       - શ્રી શીવશંકર રણછોડદાસ
  સહાયક મંત્રી     - શ્રી મગનભાઇ જીવાભાઇ જાદવ
  ચેરમેન           - શ્રી પુંજાભાઇ જગમાલભાઇ જાદવ
  દૂધ ભરનાર      - શ્રી ગીરધરભાઇ છગનભાઇ જાદવ
  ટેસ્ટર             - શ્રી જશવંતસિંહ ભીમસિંહ પરમાર
  સફાઇ કામદાર   - શ્રી મરિયમબેન મહેબુબશા દીવાન
                                       બીજી વખત
  સ્થાપના તારીખ  - તા.૨૬/૧૧/૧૯૮૪
  મંત્રી              - શ્રી ભુપતસિંહ દાદાબાવા જાદવ
  ચેરમેન           - શ્રી પુંજાભાઇ જગમાલભાઇ જાદવ
  દૂધ ભરનાર      - શ્રી ભાઇલાલ રઇજીભાઇ જાદવ
          
                                          વિશેષ માહિતી
      ગામનાલોકોને આર્થિક આવક મળી રહે અને ખાનગી દૂધ ડેરીઓવાળાની શોષણ નીતિ અટકે તેવા આશય થી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઊભી કરવામાં આવી. શરૂઆતમાં ભાથુજી મંદિરના મકાનમાં ભાડે રાખી મંડળીનું કામકાજ ચાલતું હતું. ત્યારબાદ રમજી મંદિરના ખાલી ઓરડામાં મંડળીનું કામકાજ ચાલતું. શરૂઆતમાં દૂધની આવક લગભગ દશ-બાર કેન સવારે અને દશ-બાર કેન સાંજે થતી. મંડળીનો સુંદર રીતે ચાલતો  હતો. પરંતુ અચાનક મંડળીના ચોપડા સળગી ગયા અને મંડળી પડી ભાંગી. ત્યારબાદ ફરીથી નવાનામે મંડળી શરૂ કરી તેમાં શ્રી ભુપતસિંહ દાદાબાવા મંત્રી બન્યા. ત્યારબાદ ચેરમેન બદલાતાં શ્રી સરદારસિંહ સુરસિંહ રાઠોડ ચેરમેન બન્યા ત્યારબાદ મંત્રી તરીકે શ્રી બળવંતસિંહ સોમાભાઇ જાદવે વહિવટ સંભાળ્યો. તેમના અથાગ પ્રયત્ન અને શુધ્ધ વહિવટને લીધે દૂધ મંડળીએ સારી એવી પ્રગતિ કરી છે. મંડળીમાં ગ્રાહક સંખ્યા પણ વધી અને મંડળીએ દાણ, ઘી, જેવી વસ્તુઓનો વેપાર પણ કરવા માંડ્યો. મંડળીમાં નફાનું ધોરણ સુધરતાં વર્ષે ગ્રાહકોને બોનસ પણ આપવામાં આવે છે. આમ મંડળીમાં સારો વહીવટ  ચાલવાથી આર્થિક સધ્ધરતા પણ છે. છતાં ૨૫ વર્ષના વહાણાં વાયાં છતાં મંડળી પોતાનું મકાન નથી બનાવી  શકી એ વિચાર પ્રેરક પ્રશ્ન છે.
                               ચાલુ કર્મચારી ગણ   સને – ૨૦૦૯  ડિસેમ્બર
  ૧ ચેરમેન   – શ્રી ગોસ્વામી મુકેશગીર કાન્તીગીર
  ૨ મંત્રી      - શ્રી જાદવ બળવંતભાઇ સોમાભાઇ
  ૩ ક્લાર્ક     - શ્રી જાદવ પ્રભાતસિંહ જશવંતભાઇ
  ૪ મદદનીશ- શ્રી ચૌહાણ દલસુખભાઇ ઉદેસંગ
  ૫ પટાવાળા- શ્રી જાદવ સુરેશભાઇ ગણપતભાઇ
                              ૬  ધી હેરા કૂવા સહકારી પીયત મંડળી
  સ્થાપના તારીખ -  તા. ૨૮/૦૩/૧૯૯૬
  પ્રથમ મંત્રી     - શ્રી ભુપતસિંહ દાદાબાવા જાદવ
  ચેરમેન         - શ્રી પુંજાભાઇ જગમાલભાઇ જાદવ
  ડ્રાઇવર         - શ્રી બબુભાઇ મોતીભાઇ જાદવ

                                        વિશેષ માહિતી
     ખેતીવાડી માટે પાણી પૂરું પાડી પીયત દ્વારા વધુ ઉત્પાદન મળે અને ખેડૂતો આર્થિક સદ્વરતા પ્રાપ્ત કરે તે હેતુથી શ્રી ભુપતસિંહ દદાબાવા જાદવે પ્રયત્નો કરી સહકારી પીયત મંડળીની રચના કરી અને ગામની ભાગોળે હેરાવાળો કૂવો આવેલો છે તે ગ્રામ પંચાયતની માલિકીનો છે તે કૂવા પર પહેલાના સમયમાં બળદ જોડી કોશ મારફતે પાણી કાઢી હેરા ભરવામાં આવતાં હતાં. ત્યાં આખા ગામના બળદ –ગાય-ભેસાં-બકરાં વિગેરે ઢોર પાણી પીવા આવતાં. ગામની બહેનો પણ વાપરાવા માટે તે કૂવાના પાણીનો ઉપયોગ કરતાં. ત્યારબાદ પંચાયતના ઠરાવ દ્વ્રારા મંડળીએ કૂવો ભાડે લઇ વીજળી દ્વ્રારા ચાલતી મોટર મૂકી બોર કર્યો અને ખેતરોમાં પાઇપ લાઇન દ્વ્રારા ખેતીમાટે પાણી પૂરું પાડવાની યોજના અમલમાં આવી આમ પીયત મંડળી ચાલુ થઇ. ત્યારબાદ સમય જતાં મંડળી ખોટમાં જતાં મંડળીએ કૂવો તથા મોટર વિગેરે ઉબેરના શ્રી કશીભાઇ પટેલને ભાડેથી આપ્યાં. ટુંક સમય બાદ ખોટ જતાં તે કૂવો શ્રી રવિશંકર દલસુખરામ ભટ્ટને ભાડા પેટે આપ્યો. છેવટે તેમણે પણ ખોટ જતાં પાણી આપવાનું બંધ કર્યું અને છેવટે પીયત મંડળી ફ્ડચામાં ગઇ અને ખોટ જતાં પીયત મંડળી પડી ભાંગી.
                                      ૭ ધી ચાકરીયા કૂવા સહકારી પીયત મંડળી
 સ્થાપના તારીખ   -
 પ્રથમ  મંત્રી       - શ્રી પરસોતમ ચુનીલાલ ભટ્ટ
 પ્રથમ ચેરમેન     - શ્રી રવિશંકર દલસુખરામ ભટ્ટ
 ડ્રાઇવર            - શ્રી ભારતભાઇ પરભાતભાઇ જાદવ
                                       વિશેષ માહિતી
    ખેતીવાડી માટે પીયત દ્વ્રારા પાણી પૂરું પાડી ખેતીમાં ઉત્પાદન વધારવાના હેતુથી શ્રી ભુપતસિંહ દાદાબાવા જાદવે બીજી પીયત મંડળી પણ ઉભી કરી.  ઉબેર જવાના રસ્તા પર પંચાયતની માલિકીનો કૂવો આવેલો છે. તેને ચાકરિયા કૂવો તરીકે ઓળખવામાં  આવે છે. તે કૂવો પંચાયતના ઠરાવ દ્વ્રારા ભાડે લઇ પીયત મંડળીએ વિજળીથી ચાલતી મોટર મૂકી પાઇપ લાઇન દ્વ્રારા ખેતરોમાં ખેતી માટે પાણી પૂરું પાડવાતી યોજના અમલમાં આવી. પરંતુ સમય જતાં તે પીયત  મંડળી પણ પડી ભાંગી અને એ મંડળી બંધ થઇ ગઇ.
                                         ૮  પોસ્ટ ઓફિસ
 બ્રાંન્ચ શાખા શરૂ થઇ   - સને  ૧૯૪૧
 પ્રથમ પોસ્ટ ચલાવનાર – પ્રા.શિ.શ્રી ગેમલસંગ ધુળાભાઇ પઢિયાર
 પ્રથમ પોસ્ટ મેન        - શ્રી શંકરલાલ          - કારેલી
 સબ પોસ્ટ થઇ          - તા. ૨૭/૧૧/૧૯૭૮
 ઉદઘાટક                - શ્રી આઇ.ટી.રાણા સાહેબ
 સરપંચ                 -  શ્રી નરોતમભાઇ ભગવાનભાઇ
                                        વિશેષ માહિતી
   સરપંચશ્રી નરોતમભાઇ ભગવાનભાઇ ના પ્રયત્નોથી ગામમાં ટપાલીની વ્યવસ્થા થઇ. શરૂઆતમાં ધર્મશાળા ના ભાડાના મકાનમાં પોષ્ટનું કામકાજ ચાલતું હતું. તે સમયે કુમારશાળાના આચાર્ય શ્રી પઢિયાર ગેમલસંગ  ધુળાભાઇ પોસ્ટ નું કામકાજ કરતા હતા. ગજેરા મૂખ્ય ઓફિસેથી ટપાલનું વિતરણ થતું તે કારેલીવાળા પોસ્ટ મેન શ્રી શંકરલાલ સાયકલ પર ટપાલ લઇને આપવા અને સાયકલનું હોર્ન વગાડતા જેથી આખા ગામમાં  ટપાલ આવી તેની ખબર પડી જતી અને લોકો પોત પોતાની ટપાલ-કાગળ લેવા પોસ્ટ ઓફિસે પહોંચી જતાં  સાંજના ૪:૦૦ વાગે ટપાલ આવતી.   તા. ૨૭/૧૧/૧૯૭૮ માં વેડચમાં સબ પોસ્ટ થઇ જેનું ઉદઘાટન આઇ.ટી. રાણા સાહેબે કર્યું હતું હજુ સુધી ગામમાં પોસ્ટ ઓફિસ માટે મકાન બંધાયું નથી.
                                       હાલના કર્મચારી
 ૧ પોસ્ટ માસ્તર – શ્રી ચૌહાણ મહિપતસિંહ ઉદેસંગ
 ૨ પોસ્ટમેન     - શ્રી રમણભાઇ ભાઇજીભાઇ
                                         ૯.    સીટી સર્વે
 ગામમાં માપણી થઇ -   સને ૧૯૮૦-૮૧
 ઇન્કવાયરી ઓફિસ શરૂ થઇ – સને ૧૯૮૯-૯૦
 ઓફિસ શરૂ થઇ     - સને ૧૯૯૨
 કૂલ ઘર ઘભાણ     - ૧૫૦૫
                                   વિશેષ માહિતી
    ગામના તમામ ઘરો જે નંધાયેલા છે તે દરેક ઘર તથા ગભાણનું લંબાઇ-પહોળાઇનું માપના નકશા હોય છે.  દરેકે પોતાનું મકાન સી.ટી સર્વેના ચોપડે પોતાના નામે કરાવવું પડે છે અને ત્યાંથી પોતાના ઘર કે ગભાણનું પોપર્ટી કાર્ડ મેળવી લેવું જોઇએ. તકરારી ઘર-ગભાણ હોય તો સીટી સર્વેના ઓફિસ નકશો લઇને આવીને  તેનો નિકાલ કરી શકે છે. ઘરવેરો ઉઘરાવવાની તેમની સત્તા નથી તે ગ્રા.પંચાયત ઉઘરાવે છે.
    હાલના કર્મચારી એમ.કે.પરમાર સાહેબ  - જંબુસર ના છે.
                                    ૧૦. ગંદા પાણીની  - ચેનલ
 ચેનલ કયાંથી શરૂ થઇ – વડોદરા પાસે ધનોરાથી
 ચેનલ ક્યાં પૂરી થઇ    - જંબુસર તાલુકાના મહિસાગર કિનારે આવેલા સારોદ ગામે.
 કઇ સાલમાં કામ શરૂ થયું – સને ૧૯૭૭
 કઇ સાલમાં કામ પૂરું થયું – સને ૧૯૮૨
 ચેનલની લંબાઇ    -  ૫૬ કી.મી.
 વેડચમાં ઓફિસ બંધાઇ    - સને ૧૯૮૦
 શરૂઆતના કર્મચારી   -    ૧. ચંદુભાઇ દવે
                             ૨. આર.વી ચાવડા
                                       વિશેષ માહિતી
    વડોદરાના જુદાજુદા કારખાનાઓમાંથી નીકળતા ગંદા પાણીના નીકાલ માટે ઘણાખરા કારખાનાઓના સહયોગથી એક ચેનલ બનાવી. લગભગ ૧૫૦ કારખાનાએ જોડાઇને ધનોરાથી સારોદ સુધીની ગંદા પાણીના નીકાલ માટે ૫૬ કિ.મી. લાંબી ચેનલ બનાવી. ચેનલ ની બાજુમાં પાકો ડામરરોડ પણ બનાવ્યો. જેથી  તેમના ઓફિસરો ચેનલની સાર – સંભાળ માટે ગાડી મારફત આવજા કરી શકે. અમુક અમુક ગામોમાં ચેનલની દેખભાળ રાખવા તથા આજુબાજુ વિસ્તારના ખેડૂતોને કે લોકોને ચેનલ અંગે કોઇ ફરિયાદ કરવી હોય તો  તેના માટે ઓફિસો બાંધી કર્મચારીઓની નિમણુંક કરી. આ ગંદા પાણીનો ખેડૂતો ખેતી માટે ખાનગી રીતે  ઉપયોગ કરે છે. બધું જ ગંદુ પાણી સારોદ પાસે મહિસાગરમાં મળી જાય છે.
                                     હાલના કર્મચારી       સને  - ડિસેમ્બર   ૨૦૦૯
  ૧ શ્રી પરમાર સરદારસિંહ પ્રતાપસિંહ
  ૨ શ્રી ગોહિલ છત્રસંગ છગનભાઇ
  ૩ શ્રી પઢિયાર ચંદુભાઇ સોમાભાઇ
  ૪ શ્રી પરમાર રમણભાઇ છગનભાઇ                                                                                                               
  ૫ શ્રી પરમાર જગદીશચંન્દ્ર પ્રતાપસિંહ