૧ પ્રાથમિક કુમાર શાળા
શાળા સ્થાપના તારીખ- તા ૧૨/૧૧/૧૮૬૭
પ્રથમ શિક્ષક- સ્વ. શ્રી ભટ્ટ રણછોડદાસ હરજીવનદાસ
શાળાનુ પ્રથમ મકાન બંધાયુ- સને ૧૮૬૯-૭૦
તારની વાડ- સને ૧૮૭૪ માં બની
શાળાનો બીજો ઓરડો- સને ૧૮૭૮-૭૯ માં બંધાયો
વિશેષ માહિતી
વેડચ કુમાર શાળાની શિક્ષણની શરૂઆત તા- ૧૨/૧૧/૧૮૬૭ના રોજ કરવામાં આવેલી અને સરકારશ્રીએ માન્યતા આપેલી અને તા ૧૩/૧૨/૧૮૬૭ના રોજ ભટ્ટ રણછોડદાસના મકાનમાં ૬૦ વિધાર્થીઓની સંખ્યાથી ભાડાના મકાનમાં શાળા શરૂ કરેલી. તે વખતના પ્રથમ શિક્ષક શ્રી રણછોડદાસની નિમણુંક રૂ. ૪/- ના પગારથી થયેલી.
ત્યારબાદ ક્રમેક્રમે શાળાની ઉત્તરોત્તર પ્રગતિ થતી ચાલી અને વિધાર્થીઓની સંખ્યા વધતી ચાલી અને અંગ્રેજસરકારના શાશનમાં ગામની ભાગોળે શાળાના બે ઓરડા બંધાયા. તે ઓરડાઓનું બાંધકામ એટલું બધું મજબુત હતું. કે આજે પણ તે ઉપયોગ લેવાય છે.
ત્યારબાદ વિધાર્થીઓની સંખ્યા વધતા શિક્ષકો પણ વધતા ચાલ્યા અને બાળકોને બેસાડવાની અગવડતા પડવા લાગી જેથી ગામમાં સુરસંગ દુલાબાવા ના ખાલી પડી રહેલા મકાનોમાં તથા ગ્રા. પંચાયત ના મકાનના મેડા ઉપર તથા રતનગીર દયાગીર ગોસાઇના મઠ ની ખડકીના મેડા ઉપર ભાડાથી વર્ગો બેસાડવામાં આવતા હતા.
સમય જતાં સરકારશ્રી તરફથી અવાર-નવાર નવી યોજનાઓ મુજબ શાળાના ઓરડા બંધાતા ગયા, અને શિક્ષણની ભુખ જાગતાં વિધાર્થીઓની સંખ્યા પણ વધતી ચાલી અને ચારને બદલે ૧ થી ૭ ધોરણની શાળા શરૂ થઇ. આજે શાળાની ઓફિસ સાથે ૧૦ ઓરડાની સુવિધા થઇ છે ઉપરાંત પાણીની ઓરડી –સંડાસ-મુતરડીની સુવિધા થઇ છે.
ત્યારબાદ સને ૧૯૮૪ માં તા ૧/૦૭/૧૯૮૪ થી ભુતપૂર્વ ગુ.રા. મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકી સાહેબના સહયોગ થી દરેક શાળાઓમાં ભણતા બાળકો માટે મધ્યાહન ભોજન યોજના અમલમાં આવી તે માટે પણ ભોજન બનાવવાની રસોડારૂમ બંધાઇ.
તા ૧૨/૧૧/૧૯૬૮ ના રોજ શાળાને સો વર્ષ પુરા થતાં શાળા શતાબ્દીનો મહોત્સ્વ પણ ઉજવવામાં આવેલો. તે સમયના આચાર્યશ્રી ઉદેસંગ જામસંગ ચૌહાણ તથા ગ્રા.પંચાયતના સરપંચશ્રી અમરસંગ બહેચરભાઇ રાઠોડ તથા શાળાના ઉત્સાહી શિક્ષકગણના સહકારથી ભવ્યતાતીતભવ્ય રીતે પ્રસંગની ઉજવણી થઇ હ્તી. તે સમયે પ્રસંગની ઉજવણીમાં જંબુસર તા.પં.પ્રમુખશ્રી મગનભાઇ બી.સોલંકી સાહેબ તથા શ્રી હરિસિંહ મહીડા સાહેબ તથા શ્રી ઠાકોરભાઇ અમીનભાઇ સાહેબ તથા જંબુસર વિશ્વજ્યોતિ આશ્રમના સંચાલક શ્રી ગેમલદાબાબા પણ ઉપસ્થિત રહ્યા હ્તા.
તે સમયગાળા દરમ્યાન શાળામાં શિક્ષણ ઉપરાંત પૌઢશિક્ષણ, હિન્દી પરીક્ષા કેન્દ્ર શિષ્ટવાચન પરીક્ષા, અનુલેખન,બુક-બેંક,બાગકામ,પર્યટન,કાંતણ-વણાટ ઉધોગ , રમત-ગમત હરિફાઇ,સ્કાઉટ ગાઇડની પ્રવત્તિ,ધાર્મિક તથા રાષ્ટ્રીયતહેવારોની ઉજવણી તથા શાળા પંચાયત જેવી પ્રવ્રુત્તિઓથી શાળા ધમધમતી હતી.
આજે પણ શાળામાં બાળકોને બેસવા માટે પુરતા ઓરડા-બાસ્ટીલો તથા જરૂરી શિક્ષક સ્ટાફ હોવાથી શાળાનું શૈક્ષણિક કાર્ય તથા શાળાની આંતરિક વ્યવસ્થા પ્રગતિકારક જણાય છે.
પરંતુ સરકારશ્રીની બીન શૈક્ષણિક કામગીરી,મીટીંગો તથા બીન જરૂરી પ્રવ્રુત્તિઓના કારણે આજે શિક્ષણ કથળી રહ્યું છે. તો પ્રજાએ જાગ્રત થવાની જરૂર છે. - આજનો શિક્ષક સ્ટાફ ડિસેમ્બર-૨૦૦૯
| નં. | નામ | હોદો | વતન | શાળામાં દાખલ તારીખ |
| ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. | શ્રી જાદવ જશવંતસિહ સુરસિહ શ્રી ગોહિલ ગણપતસિંહ રામસિંહ શ્રી પરમાર અભેસંગ મોહનભાઇ શ્રી રાઠોડ ચંન્દ્રસિંહ મહેન્દ્રસિહ શ્રી જાદવ મહેન્દ્રસિહ ભુપતસિંહ્ શ્રીમતિ પટેલ નયનાબેન વરધભાઇ શ્રી સોઢા ભગવાનસિંહ રામસિંહ શ્રી ચૌહાણ સુભાષચન્દ્ર ચીમનભાઇ શ્રી જાદવ સતીષકુમાર રાવજીભાઇ શ્રી સોલંકી શનાભાઇ મહિજીભાઇ શ્રી જાદવ ભગવાનસિંહ નાગજીભાઇ શ્રીમતિ જાદવ બબુબહેન હરમાનભાઇ શ્રીમતિ ચૌધરી લીલાબેન નારસિંહ કુમારી ચાવડા સોનલબેન રમણભાઇ | આચાર્ય ઉ.આચાર્ય આ.શિ. આ.શિ. આ.શિ. આ.શિ. આ.શિ. આ.શિ. આ.શિ. આ.શિ. આ.શિ. આ.શિ. આ.શિ. આ.શિ. | વેડચ વેડચ વેડચ વેડચ વેડચ ગજેરા ઉબેર વેડચ વેડચ વેડ્ચ વેડચ વેડચ છાણીવડોદરા અમદાવાદ | ૨૪/૦૯/૧૯૯૮ ૦૧/૧૨/૧૯૮૦ ૧૩/૦૯/૧૯૮૯ ૧૩/૦૬/૨૦૦૩ ૧૨/૦૬/૨૦૦૨ ૨૯/૧૧/૨૦૦૪ ૧૭/૦૬/૨૦૦૦ ૦૮/૦૭/૧૯૮૮ ૧૫/૦૬/૨૦૦૫ ૦૨/૧૨/૧૯૯૯ ૧૫/૦૩/૨૦૦૭ ૧૨/૦૬/૨૦૦૦ ૧૪/૦૭/૨૦૦૯ ૦૧/૧૨/૨૦૦૮ |
શાળાના ઓરડા -૧૦ બાળકોની સંખ્યા-૫૦૫
-મધ્યાહન ભોજનના કર્મચારી-
૧. ઓર્ગેનાઇઝર- શ્રીમતિ મંજુલાબહેન ચંદુભાઇ મોરી
૨. રસોઇયા - શ્રીમતિ કમળાબહેન માનસંગ જાદવ
૩. મદદનીશ - શ્રીમતિ સમજુબહેન નગીનભાઇ હરિજન
૨. પ્રાથમિક કન્યાશાળા
કન્યા શિક્ષણની શરૂઆત- સને.૧૯૩૭
પ્રથમ શિક્ષક-
શાળાનું મકાન બંધાયું- સને.૧૯૫૬ નવી શાળા સ્થાપન તારીખ- ૨૭/૦૧/૧૯૫૭
પ્રથમ આચાર્યા બહેન- શ્રીમતિ વનિતાગોરી સી. ક્રિચિયન
તારની વાડ બનાવી- સને.૧૯૭૬
- વિશેષ માહિતી-
ગામની કન્યાઓને પણ શિક્ષણ મળી રહે તેવા આશયથી સને.૧૩૯૭ માં કાભઇબાવા વજેસંગ ના મકાનમાં જે ખાસડીયા ચોરા તરીકે ઓળખતો હતો. કારણકે તે જમાનામાં પટેલશાહી હતી. તેથી ગુનેગારને ત્યાં ચોરામાં લાવતાં અને પછી તેને ચાદર ઓઢાડી દેતા.પછી ગામના જે કોઇ આવે તેઓ પેલા ગુનેગારને ખાસડું મારતા.ગુનેગાર કોણ છે તે કોઇ જાણે નહિ. ઉપરાંત કોણ ખાસડું મારે છે તે ગુનેગાર ને પણ ખબર ન પડે એવી શિક્ષા થતી તે જગ્યાને ખાસડીયા ચોરા તરીકે ઓળખતા. તે મકાનમાં કન્યાઓને અલગ શિક્ષણ મળે તેવી સુવિધા ખાતર સને ૧૯૩૭ માં ધો-૧ થી ૪ ની કન્યાશાળા શરૂ થઇ.
કન્યાશાળાના મકાન બાંધકામ માટે ભાગોળે આવેલા શનુભાઇ ભીમસંગનુ ગભાણ ખરિધું. શરૂઆતમાં ત્રણ ઓરડાના મકાનના બાધંકામ માટે વેડચ યુવક મંડળ તથા સરપંચશ્રી જીતસંગ ફુલસંગ ના સહયોગથી કાર્ય શરૂ કર્યું. ત્યારબાદ મકાન પૂણઁ થતા સરપંચશ્રી અમરસંગ છગનભાઇ ના નેજા હેઠળ મકાન જીલા લાક્લ બોર્ડ ભરૂચને સોપવા સોંપવામાં આવ્યું તેની ઉદઘાટન વિધિ શ્રી વિનોદચંન્દ્ર શાહ જંબુસરના વરદહસ્તે કરવામાં આવી. આમ ધોરણ ૧ થી ૪ ની અલગ કન્યાશાળા ની શરૂઆત નવા મકાનમાં તા-૨૭/૦૧/૧૯૫૭ થી થઇ
ત્યાર બાદ તે સમયના સરપંચ શ્રી ભુપતસિહ દાદાબાવા જાદવના પ્રયત્નોથી સને ૧૯૭૬ માં તારની વાડ બનાવવામાં આવી ત્યારબાદ સમય જતાં ધોરણ ૫ - ૬ - ૭ શરુ કરી સને ૧૯૬૫ ૧૯૬૫ થી ધોરણ ૧ થી ૭ ની શાળા શરુ થઇ.
આજે ગામની વધુ પડતી બહેનો શિક્ષણ્ નો લાભ લે છે. શાળામાં પુરતા ઓરડા તથા જરૂરી શિક્ષક સ્ટાફ હોવાથી શિક્ષણકાર્ય સારું ચાલે છે. શાળામાં પાણીની ઓરડી તથા મુતરડીની સુવિધા છે.
શાળામાં વરસ દરમ્યાન નિબંધ હરિફાઇ, ગરબા હરિફાઇ, રમત-ગમત હરિફાઇ, રાષટ્રીય તેમજ ધાર્મિક તહેવારોની ઉજવણી,બાળમેળો,બાગકામ,પર્યટન જેવી પ્રવત્તિઓ ચાલે છે.
સરકારશ્રી શિક્ષકો પાસે શિક્ષણકાર્ય ઉપરાંત બીન શૈક્ષણિક ઇતર પ્રવત્તિઓ, બીન જરૂરી મીટીંગો,દફતરીકામ ઉપરાંત અહેવાલો તથા ટપાલકાર્ય વાહીના ભારણને લીધે શિક્ષકો શિક્ષણકાર્ય
તરફ જોઇએ તેટલુ લક્ષ આપી શકતા નથી તેથી શિક્ષણનું સ્તર નીચું જતું હોય તેમ લાગે છે. તે માટે પ્રજાએ જાગ્રત થવાની જરૂર છે.
આજનો શિક્ષક સ્ટાફ ડિસેમ્બર - ૨૦૦૯
| નં. | નામ | હોદો | વતન | શાળામાં દાખલ તારીખ |
| ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. | શ્રી પરમાર રામસિંહ નાનસિંહ શ્રી વાઘેલા મોહનભાઇ ધનજીભાઇ શ્રી જાદવ દિપસંગ પુંજાભાઇ શ્રી જારિયા ખુમાનસંગ રાયસંગ શ્રી જાદવ રામસંગ ફુલાભાઇ શ્રી જાદવ ભાઇલાલ ગેમલસંગ શ્રી પટેલ ભારતસંગ છગનભાઇ શ્રી સોલંકી અંબુભાઇ હિમંતસિહ શ્રીમતિ પટેલ હર્ષિદાબેન દલપતભાઇ શ્રી પરમાર છત્રસિંહ ગીરધરભાઇ શ્રીમતિ જોષી સ્મિતાબેન દિનેશચંન્દ્ર શ્રી રાઠોડ ધવલભાઇ પોપટભાઇ | આચાર્ય. ઉ.આચાર્ય આ.શિ. આ.શિ. આશિ. આ.શિ. આ.શિ. આ.શિ. આ.શિ. આ.શિ. આ.શિ. આ.શિ. | ઉબેર વેડચ વેડચ ઉબેર વેડચ વેડચ વેડચ વેડચ ધમરાડ તા.હાંસોટ કનગામ તા.જંબુસર શિણોલ તા.સાબરકાંઠા લીંબડી | ૧૩/૦૬/૨૦૦૭ ૧૩/૦૬/૨૦૦૧ ૧૩/૦૭/૨૦૦૩ ૧૦/૦૮/૧૯૮૧ ૧૩/૦૬/૨૦૦૧ ૧૧/૦૬/૨૦૦૧ ૧૩/૦૬/૨૦૦૬ ૧૧/૦૬/૨૦૦૧ ૦૭/૦૭/૨૦૦૫ ૧૫/૦૭/૨૦૦૫ ૦૭/૧૨/૨૦૦૫ ૨૭/૧૧/૨૦૦૮ |
શાળાના ઓરડા- ૯ બાળકોની સખ્યાં- ૪૨૫
મધ્યાહન ભોજનના કર્મચારી
૧. ઓર્ગેનાઇજર- ગરાસિયા અભેસંગ બુધાભાઇ
૨. રસોઇયા - ગરાસિયા પુષ્પાબેન અભેસંગ
૩. મદદનીશ - ગરાસિયા કૈલાશબેન ઉદેસંગ
૩.પ્રાથમિક મિશ્રશાળા –[નવી વસાહત ]
શાળા સ્થાપના તારીખ- તા.૦૨/૦૮/૧૯૮૬
પ્રથમ શિક્ષક- શ્રી ભગવતીપ્રસાદ ત્રિભોવનદાસ પટેલ
શાળાનો ઓરડો બંધાયો-
શાળાની કમ્પાઉનડ દિવાલ- સને. ૨૦૦૭
વિશેષ માહિતી
નવી વસાહતમાં રહેતા બાળકોને શિક્ષણની સુવિધા મળી રહે તેવી સરકારશ્રીની યોજના હોવાથી શ્રી સ્વ. જાદવ ઉદેસંગ મોહનભાઇ પ્રા.શિ. ના પ્રયત્નોથી ત્યાં ધોરણ ૧ થી ૪ ની પ્રા.મિશ્ર શાળા શરૂ થઇ. શરૂઆતમાં કુમાર શાળાના ચાલુ શિક્ષકશ્રી ભગવતીભાઇને ત્યાંનું સચાલન સોંપવામું આવ્યું. ત્યારબાદ કાયદેસર રીતે સ્વ.શ્રીજાદવ રાયસંગભાઇ હોથાભાઇની નિમણું થઇ હ્તી.
આજનો શિક્ષક સ્ટાફ ડિસેમ્બર-૨૦૦૦૯
| નં. | નામ | હોદો | વતન | શાળામાં દાખલ તારીખ |
| ૧. ૨. | શ્રીમતિ પટેલ રેણુબેન ગુલાબદાસ શ્રી મકરાણી ખુરશીદ એહમદ નજીર એહમદ | મુ.શિ. આ.શિ. | વડોદરા છોટાઉદેપર | ૩૦/૦૭/૨૦૦૪ ૨૩/૦૩/૨૦૦૭ |
શાળાના ઓરડા- ૩ બાળકોની સંખ્યા- ૪૨+૪૦=૮૨
મધ્યાહન ભોજનના કર્મચારી
૧.ઓર્ગેનાઇજર- શ્રી ઉપેન્દ્રસિંહ ભુપતસિંહ જાદવ
૨. રસોઇયા-શ્રીમતિ સીતાબેન પ્રતાપભાઇ જાદવ
૩. મદદનીશ-શ્રીમતિ ગજરાબેન રાવજીભાઇ મકવાણા
૪. પ્રાથમિક મિશ્રશાળા – [ કંબોયાવગો ]
શાળા સ્થાપન તારીખ – તા. ૨૭/૦૪/૧૯૮૪
શાળાના પ્રથમ શિક્ષક – સ્વ. શ્રી ઉદેસંગ મોહનભાઇ જાદવ શાળાનો પ્રથમ ઓરડો – સને.૧૯૮૫
શાળાનો બીજો ઓરડો - સને.૧૯૯૭
વિશેષ માહિતી
સીમ વિસ્તારના બાળકોને ગામની શાળા દૂર પડવાથી તથા ચોમાસામાં વરસાદ-પાણીને લીધે ગામની શાળામાં ભણવા આવવાની મુશ્કેલી પડતી હ્તી. સીમ વિસ્તારના બાળકો શિક્ષણથી વંચીત ન રહે અને શિક્ષણ લેતા થાય તે માટે વેડચના પ્રા.શિ. શ્રી સ્વ. ઉદેસંગ મોહનભાઇના અથાક પ્રયત્નથી કંબોયાવગાના બાળકોને તૈયાર કરી ત્યાંના વાલિઓના સહયોગ ધ્વારા ધોરણ ૧ થી ૪ ની મિશ્રશાળા બનાવવાના ચક્રો ગતીમાન કર્યા. અને તા.૨૭/૦૪/૧૯૮૪ થી તે વગામાં શાળાની શરૂઆત થઇ.
શરૂઆતમાં શાળાનું મકાન ન હોવાથી તે વિસ્તારના સેવાભાવી શ્રી ઉદેસંગ જીણાભાઇ જાદવ ના ખેતરમાં આવેલા મકાનમાં શાળા શરૂ કરી. ત્યારબાદ બાળકોની સંખ્યા વધતાં સને.૧૯૯૭ માં શાળા નો બીજો ઓરડો પણ બંધાયો. આમ ત્યાં ધો. ૧ થી ૪ ની મિશ્રશાળા શરૂ થઇ.
આજનો શિક્ષક સ્ટાફ ડિસેમ્બર- ૨૦૦૯
| નં | નામ | હોદો | વતન | શાળામાં દાખલ તારીખ |
| ૧. ૨. | શ્રી વાઘેલા રમણભાઇ રઇજીભાઇ શ્રી સિંધા વિક્રમસિંહ પ્રભાતસિંહ | આચાર્ય ઉ.આચાર્ય્ | વેડચ ઉબેર | ૧૮/૧૧/૨૦૦૮ ૧૪/૦૭/૨૦૦૯ |
શાળાના ઓરડા- ૨ બાળકોની સંખ્યા- ૫૪
મધ્યાહન ભોજનના કર્મચારી
૧. ઓર્ગેનાઇજર- જાદવ યોગેન્દ્રસિંહ હિંમતસિંહ
૨. રસોઇયા- જાદવ ઉદેસંગ શંકરભાઇ
૩. મદદનીશ- જાદવ કાન્તાબેન ઉદેસંગ
૫. પ્રાથમિક મિશ્રશાળા – [ મોરવગો ]
શાળા સ્થાપના તારીખ- ૧૯/૦૬/૧૯૮૭
પ્રથમ શિક્ષક- શ્રી ભટ્ટ હિતેશકુમાર પ્રકાશચંન્દ્ર
પ્રથમ ઓરડો બંધાયો- સને. ૧૯૯૨
બીજા ઓરડો બંધાયો- સને. ૧૯૯૭
ત્રીજો ઓરડો બંધાયો- સને. ૨૦૦૩
વિશેષ માહિતી
સીમ વિસ્તારના બાળકોને ચોમાસામાં વરસાદ પાણીમાં દુરથી ગામની શાળામાં ભણવા આવતા
ઘણી મુશ્કેલી વેઠવી પડતી હતી. તે ધ્યાનમાં આવતાં ગામના પ્રા.શિ.શ્રી સ્વ.ઉદેસંગ મોહનભાઇ જાદવના સહયોગથી કાર્યવાહી કરવામાં આવી અને તા-૧૯/૦૬/૧૯૮૭ માં લોકોના સહકારથી ધોરણ ૧ થી ૪ સુધીની પ્રા.મિશ્રશાળા શરૂ કરવામાં આવી.
શરૂઆતમાં શાળાનું મકાન ન હતું. જેથી તે વગાના લોકોના સહકારથી તથા ઘાસનું છાપરું તૈયાર કરી તેમાં બાળકો ભણતા ત્યારબાદ શાળાના મકાન માટે પ્રયત્નો કરતાં સને-૧૯૭૬ માં સરકારશ્રી તરફ એક ઓરડાની મંજૂરી મળતાં તે એક ઓરડો બંધાયો. ઓરડો માટે વાળંદ સ્વ.રણછોદડભાઇ ગીરધરભાઇના ખેતરમાંથી એક ઓરડાની જ્ગ્યા વેચાતી લીધી અને ઓરડો તૈયાર થયો. ત્યાર બાદ બાળકોની સંખ્યા વધતા 6 બીજા ઓરડાની જરૂરીયાત ઉભી થઇ. તે પણ સરકારશ્રી તરફથી બીજા ઓરડોની મંજૂરી મળતાં ૧૯૯૭ માં ધાબાવાળો બીજો ઓરડો પણ બંધાયો. ત્રીજો ઓરડો સીન્થેટીક્સનો સને. ૨૦૦૩ બંધાયો. ઉપરાંત સંડાસ, મુતરડી તથા પાણી માટે જલધારાની પન સુવિધા થઇ છે. આમ ધોરણ ૧ થી ૫ ની સરસ્વતિ મિશ્રશાળા અસ્તીત્વમાં આવી. મધ્યાહન ભોજન માટેની રસોડારૂમ પણ છે. આમ ધીમે-ધીમે સુવિધા થઇ. જરૂરી ઓરડા તથા પુરતા શિક્ષકો હોવાથી શિક્ષણકાર્ય વ્યવસ્થિત અને કાળજીપુર્વક ચાલે છે.
આજનો શિક્ષક સ્ટાફ ડિસેમ્બર-૨૦૦૯
| નં. | નામ | હોદો | વતન | શાળામાં દાખલ તારીખ |
| ૧. ૨. ૩. | શ્રી પરમાર ભારતસંગ છોટાભાઇ શ્રી પરમાર જગદીશભાઇ પ્રતાપભાઇ શ્રી પ્રજાપતિ મનુભાઇ રામાભાઇ | આચાર્ય આ.શિ. આ.શિ. | ઉચ્છદ તા.જંબુસર ઉચ્છદ તા.જંબુસર ધારાપુર તા. શેરા જી.પંચમહાલ | ૧૬/૦૩/૨૦૦૭ ૧૫/૦૩/૨૦૦૭ ૦૧/૧૨/૨૦૦૪ |
કુ. કન્યા કુલ
શાળાના ઓરડા – ૩ બાળકોની સંખ્યા – ૫૩ + ૫૪ = ૧૦૭
મધ્યાહન ભોજનના કર્મચારી
૧. ઓર્ગેનાઇજર- જાદવ ગેમલસંગ ગીરધરભાઇ
૨. રસોઇયા- જાદવ કૈલાસબેન અમરસંગ
૩. મદદનીશ- જાદવ કાંન્તાબેન ચંન્દ્રસિંહ
૬.નવયુગ વિધાલય.
શાળાની સ્થાપના તારીખ – ૧૪/૦૬/૧૯૭૧
શાળાનું મકાન- નથી
શાળાનાં પ્રથમ આચાર્ય્ તથા સ્ટાફ-
૧. શ્રીપટેલ વિઠલભાઇ કીશોરભાઇ - ગજેરા
૨. શ્રીભટ્ટ પ્રકાશચંન્દ્ર શંકરલાલ - પીલુદરા
૩. શ્રીરાજ ગંભીરસિંહ કાભઇબાવા
૪. શ્રીપટેલ ભાઇલાલ પરસોત્તમભાઇ
૫. શ્રીમકવાણા કહાનજીભાઇ લક્ષ્મણભાઇ – ટંકારી
૬. શ્રીરાજ રણજીતસિંહ રામસિંહ
શાળાના સંચાલક મંત્રી- સ્વ.શ્રીમગનભાઇ બી.સોલંકી
પટાવાળા- ૧. ભટ્ટ સુમનલાલ દલપતભાઇ
૨. ચરોતરા રઇજીભાઇ બહેચરભાઇ
વિશેષ માહિતી
પહેલાના સમયમાં ગામના વિધાર્થીઓને પ્રા.શિ. પુરુ થતાં માધ્યમિક શિક્ષણ મેળવવા માટે ગજેરા જવું પડતું હ્તું અને ગામની બહેનો માધ્યમિક શિક્ષણથી વંચીત રહેતી હતી. આ વાત ગામલોકોની સમજમાં આવી. જેથી માધ્યમિક શાળાની જરૂરિયાત જણાઇ.
તે સમયના સરપંચશ્રી સ્વ.જાદવ અમરસંગ છગનભાઇ તથા ગામના આગેવાનો તથા તે સમયના ધારાસભ્યશ્રી સ્વ.મગનભાઇ બી. સોલંકી સાહેબના પ્રયત્નોથી માનવસેવા સમાજ- ભરૂચ સંચાલિત તા.૧૪/૦૬/૧૯૭૧ ના રોજથી શાળાની શરૂઆત થઇ. તે સમયે હાઇસ્કુલ માટે મકાનની સુવિધા ન હોવાથી તાત્કાલિક ગ્રા.પંચાયતના મકાનના મેડા ઉપર ભાડાથી ધોરણ ૮ થી ૧૦ ની નવયુગ હાઇસ્કુલના નામે શાળા શરૂ કરી. તેનું સંચાલન માનવસેવા સમાજ- ભરૂચ દ્વ્રારા ચાલે છે. જેના મંત્રી તરીકે સ્વ.શ્રી મગનભાઇ બી.સોલંકી હતા. સમય જતાં વિધાર્થી ભાઇ-બહેનોની સંખ્યા વધતાં ગામની ભાગોળે આવેલા બાલમંદિરના મકાનમાં વિધાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ થયું. અને પુસ્તાકાલયના મકાનમાં કાર્યાલય શરૂ કર્યુ.
ત્યાર બાદ બાળકો માટે બીજા ઓરડાઓની જરૂર જણાતાં બાલમંદિરના મકાન ઉપર બીજા બે રૂમ બનાવવામાં આવ્યા. આમ માધ્યમિક શિક્ષણની ગામમાં ગામમાં શરૂઆત થઇ.
સને.-૨૦૦૯ માં પણ બાળકોની સંખ્યા ખુબ જ વધી ગઇ જેથી ધો-૮ ના બે વર્ગો બનાવવા પડ્યા પરંતુ બાળકોને બેસાડવાનો પ્રશ્ન ઉભો થયો. ઉપરાંત કોમ્પ્યુટર શિક્ષણ માટે પણ એક ઓરડાની જરૂરીયાત ઉભી થઇ.આમ બે ઓરડાની જરૂરીયાત ઉભી થતાં પંચાયતે બનાવેલ કોમ્યુનીટી હોલમાં ધો- ૮ ના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો.
આજકાલ કરતાં માધ્યમિક સ્કુલ શરૂ થયે ૩૮ વર્ષ થવા છતાં શાળા માટે મકાન બનાવી શક્યા નથી એ ગામ માટે શરમજનક ગણાય. ગામલોકો જાગ્રત થાય અને હાઇસ્કુલ માટે લગભગ દસ ઓરડાના મકાનની જરૂરીયાત પુરી પાડવા પ્રયત્ન કરે એ જરૂરી છે.
આજનો શિક્ષક સ્ટાફ ડિસેમ્બર-૨૦૦૦૯
| નં. | નામ | હોદો | વતન | શાળામાં દાખલ તારીખ |
| ૧. ૨. ૩. ૪. ૫. ૬. | શ્રી રાજ પ્રદીપસિંહ નારસિંહ શ્રી ગોસ્વામી અંબુગીરી ઇશ્વરગીરી શ્રી ચૌધરી બીપીનચંન્દ્ર મોતીભાઇ પટેલ નવીનભાઇ નટુભાઇ યાદવ નીકુલકુમાર પ્રવિણસિંહ લીમ્બંચીયા ભાઇલાલ મોતીભાઇ | આચાર્ય આ.શિ. આ.શિ. આ.શિ. કલાર્ક પટાવાળા | તણછા, તા. આમોદ, ટંકારી બંદર અમલસાડા તા.માંડવી જિ.સુરત નડધરી,પો. પાણીખડક, તા-ચીખલી છીદ્રા,તા.જંબુસર વેડચ | ૨૩/૦૪/૨૦૦૩ ૨૧/૧૧/૧૯૭૯ ૨૭/૦૬/૧૯૯૪ ૦૯/૧૨/૨૦૦૦ ૦૫/૦૧/૨૦૦૯ ૦૧/૦૭/૧૯૮૬ |
શાળાનું મકાન - નથી.
| - વિધાર્થીઓની સંખ્યા - | |||
| ધોરણ | કુમાર | કન્યા | કુલ |
| ધોરણ – ૮ | ૬૪ | ૬૭ | ૧૩૧ |
| ધોરણ - ૯ | ૩૨ | ૩૦ | ૬૨ |
| ધોરણ -૧૦ | ૧૯ | ૨૩ | ૪૨ |
૭. બાલમંદિર
બાલ મંદિરની શરૂઆત થઇ - સને. ૧૯૭૧
પ્રથમ શિક્ષકા બહેન - નંદાબહેન ભટ્ટ
મકાન બાંધકામ પૂર્ણ થયું. - ૩૧/૧૨/૧૯૭૬
બાલમંદિરને કબજો મળ્યો - ૦૩/૦૨/૧૯૭૭
સંચાલક - જીલ્લા મહિલા વિકાસ સંધ – ભરૂચ
-વિશેષ માહિતી-
નાના ભુલકાઓને શિક્ષણ તથા સંસ્કાર બાળપણથી મળી રહે તે હેતુથી ગામમાં બાલમંદિર શરૂ કરવાના વિચારથી સને.-૧૯૭૧ માં મનસુખલાલ ભાઇજીભાઇના મકાનમાં બાલમંદિર શરૂ કર્યુ. પ્રથમ શિક્ષકા બહેન નંદાબહેનની નિમણુંક થઇ. તે વખતના સરપંચશ્રી સ્વ.અમરસંગ છગનભાઇ તથા સ્વ. ભુપતસિંહ દાદાબાવાના પ્રયત્નોથી ભરૂચ જીલ્લા મહિલા વિકાસ સંઘના વહીવટથી બાલમંદિર શરૂ થયું. ત્યાર બાદ બાલમંદિર પુસ્તાકાલયના મકાનમાં, ત્યાર બાદ ગ્રા.પંચાયતના મધ્યસ્થખંડમાં ચલાવવામાં આવ્યું. આમ વાંરવાંર મકાન બદલવું ન પડે અને એક જ સ્થાયી જગ્યાએ સંસ્થા ચાલે તે માટે સંસ્થાને પોતાનું મકાન હોવું જરૂરી જણાયું તે માટેના પ્રયત્નો કરતાં મકાનનું ખાતમુહર્ત તા.૩૧/૦૫/૧૯૭૬ ના રોજ શ્રી ભુપતસિંહ દાદાબાવાએ કરેલું અને તા.૩૧/૧૨/૧૯૭૬ નારોજ પૂર્ણ થતાં તા.૦૩/૦૨/૧૯૭૭ નારોજ મકાન બાલમંદિરને સોંપવામાં આવ્યું.
ત્યાર બાદ તા.૩૦/૦૯/૧૯૭૯ થી બાલમંદિર બંધ થઇ ગયું. અને તા.૦૧/૧૧/૧૯૭૯ થી જંબુસર તાલુકા પંચાયતના સંચાલન હેઠળ ફરીથી શરૂ થયું. પરંતુ તે થોડો સમય ચાલીને બંધ થઇ ગયું. આજે તેમાં માધ્યમિક નવયુગ વિધાલયના બાળકો ભણવા માટે બેસે છે.
૮. આંગણ વાડી
નાના ૩ થી ૫ વર્ષની ઉંમરના બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તથા રમત-ગમત દ્વારા સંસ્કાર અને શિક્ષણ મળી રહે તે હેતુથી સરકારશ્રી તરફથી આંગણવાડી યોજના અમલમાં આવી.
| નં. | સ્થળ | સ્થાપના તારીખ | -કર્મચારી- |
| ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. | ભાથુજીવગો ભાગોળે દવાખાનાપાસે ભાગોળે દવાખાનાપાસે નવીવસાહત ચમારિયા મોરવગો કંબોયાવગો | ૦૧/૦૧/૧૯૮૩ ૦૧/૦૧/૧૯૮૩ ૦૧/૦૫/૧૯૮૩ ૦૧/૦૧/૧૯૮૭ ૦૧/૦૧/૧૯૮૩ ૨૫/૧૨/૧૯૮૪ ૦૧/૦૫/૧૯૮૭ | વર્કરબેન -દરજી રમીલાબેન છીતુભાઇ તેડાગર –જાદવ કપીલાબેન અજીતભાઇ મકાન – બંધાયું નથી. વર્કરબેન –દીવાન હનીફાબેન જી. તેડાગર – રાઠોડ ઉષાબેન મહેન્દ્રસિંહ મકાન – બંધાયું છે. વર્કરબેન – જાદવ કૈલાસબેન રણછોડભાઇ તેડાગર - દીવાન મદીનાબેન મહમંદભાઇ મકાન - સને. ૨૦૦૬ માં બાધાયું. વર્કરબેન – પટેલ મંજુલાબેન જી - ગજેરા તેડાગર - સોલંકી મધુબેન સોમાભાઇ મકાન - બંધાયુ છે. વર્કરબેન – જાદવ ઉર્મિલાબેન બળવંતસિંહ તેડાગર – જાદવ કાન્તાબેન છત્રસંગ મકાન – બંધાયું છે. વર્કરબેન - ચૌહાણ રતનબેન મહિયતભાઇ તેડાગર - જાદવ લીલાબેન અશોકભાઇ મકાન- બંધાયું છે. વર્કરબેન – ગરાસીયા રંજનબેન બી. તેડાગર - જાદવ કુસુમબેન ચીમનભાઇ મકાન - બંધાયું. નથી. |