વેડચ કલ, આજ ઔર કલ ?

ગામની પ્રગતિ, દેશની પ્રગતિ

વિભાગ- ૬


                                                                      -   સેવાભાવી મંડળો
                              ૧.       - યુવક મંડળ -
  સને -   ૧૯૫૨ થી ૧૯૬૦
પ્રમુખ - શ્રી અમરસંગ છગનભાઇ જાદવ
 મંત્રી – શ્રી ભુપતભાઇ દાદાબાવા જાદવ
       ગામના સેવાકાર્યો , વિકાસકાર્યોમાં મદદરૂપ થતા અને અન્યાય સામે પ્રતિકાર કરતાં ત્યારબાદ મંડળ પડી ભાંગ્યું.
સ્થાપના તા. – સને. ૧૯૭૫
પ્રમુખ – શ્રી સરદારસિંહ સુરસિંહ રાઠોડ
 મંત્રી-   શ્રી વિનોદચંન્દ્ર સાકરલાલ શાહ
                                    - વિશેષ માહિતી
        ગામમાં થતા વિકાસકાર્યો-સેવાકાર્યો કે સામુહિક કાર્યક્રમમાં સહકાર આપતા. અતિવષ્ટિ , અનાવષ્ટિ કે  બીજી કોઇ આફતો આવે ત્યારે ખડેપગે સેવા કરવા તૈયાર રહેતા. ગામમાં ઉજવતા ધાર્મિક તહેવારો, અન્ય પ્રસંગો કે દુ:ખદ ઘટનાઓમાં મદદ રૂપ થતા. ગામમાં ડૉક્ટર બોલાવી કુટુંબ કલ્યાણના કેમ્પ પણ રાખેલા અને શાળામાં જ દર્દીઓને રાખી જમવાની પણ વ્યવસ્થા કરેલી. સાત દિવસ સુધી તેમની સેવામાં મંડળના કાર્યકરો તત્પર રહેતા.
       આસો નવરાત્રમાં કાળકામાતાના મંદિરે નવ દિવસ સુધી ગામના તમામ ભાઇ-બહેનો ગરબા ગાવા આવતા ત્યારે તેનું ભવ્ય આયોજન તથા વ્યવસ્થા કરવામાં આવતી.માતાજીના મંદિરે આઠમના દિવસે ચુંદડી હોમાતી અને હવન કરતા. દશેરાના દિવસે મેળાનું આયોજન કરતાં.
      આવક ઉભી કરવા અમદાવાદ વાળા ભટ્ટ એન્ડ કંપનીમાંથી પીક્ચરની રીલ લાવી શો રાખતા અને જે આવક થતી તે માતાના મંદિર ખાતે વપરાતી તે આવકમાંથી મંદિરની આગળના ભાગે ધાબુ બંધાયું તથા ગરબાના કાર્યક્રમ માટે તથા લગ્નોમાં ભાડા પેટે આવક ઉભી કરવા મંડળની માલિકીનું માઇક તથા લાઇટનો સામાન પણ લાવેલા તથા અન્ય જરૂરી સાહિત્ય પણ વસાવેલુ મંડળમાં તેના સભ્યો ઉપરાંત ગામના યુવાનો સહકારથી કામ કરતાં. નવીનચંન્દ્ર લાલચંદ શાહ, કનકસિંહ કેશરીસિંહ રાઠોડ, લાલજીભાઇ દલપતસંગ જાદવ, ચંન્દ્રસિંહ છ્ત્રસિંહ જાદવ તથા સોમાભાઇ ભાઇજીભાઇ ચાવડા તથા નારસિંહ મોહનભાઇ રાજ તથા ફતેસિંહ રતનસિંહ જાદવ તથા અન્ય સેવાભાવી ઉત્સાહી યુવકોના સહકારથી યુવક મંડળનુ6 કામકાજ વ્યવસ્થિત ચાલતું. ગામમાં મરણ પાછળની ઉત્તરક્રિયાના ખર્ચા બંધ કરાવવા પણ પ્રયત્ન કરેલા. તેની સારી એવી અસર પણ ગામમાં થઇ હતી અને તે સુધારાને લોકોએ અનુમદિત પણ આપ્યું હ્તું. પરંતુ કેટલાક જુનવાણી માણસોના હઠાગ્રહને કારણે તે ક્રિયા ચાલુ થઇ ગઇ.
                                   - જાગ્રુતિ યુથ ક્લબ
સ્થાપના  સ્ને. ૧૯૭૮
પ્રમુખ – શ્રી સરદારસિંહ સુરસિંહ રાઠોડ
મંત્રી- શ્રી પ્રતાપસિંહ અમરસિંહ જાદવ
                                            વિશેષ નોંધ
       યુવક મંડળમાં સામાન્ય વિખવાદ થતા મનદુ:ખ થવાથી શ્રી સરદારસિંહ સુરસિંહ રાઠોડે અલગ મંડળ બનાવ્યું અને જાગૃતિ યુથ ક્લબ નામ જાહેર કર્યુ. તેઓ ગામની ભાગોળે આવેલા અંબાજી માતાના મંદિરે નવરાત્રમાં ગરબાનો કાર્યક્રમ રાખતાં. તે મંડળે પણ ભંડોળ એકત્ર કરી પોતાનુ માઇક તથા જરૂરી સાધન સાહિત્ય વસાવેલુ .
           તા: ૨૩/૧૧/૧૯૭૮ થી ૨૯/૧૧/૧૯૭૮ આમ સાત દિવસનો કુટુંબ કલ્યાણ કેમ્પ પણ રાખેલો. સ્ત્રી ઓપરેશન કેમ્પનું આયોજન શ્રી ત્રિવેદી રેફરલ હોસ્પિટલ દ્રારા યોજેલું તેમાં મફત રસોડું તથા અન્ય સેવા કરેલી તેમાં ૨૧ બહેનોએ લાભ લીધેલો. વોલીબોલ ટુર્નામેન્ટનુ પણ આયોજન કરેલું તા:૨૦/૦૧/૧૯૭૯ ના રોજ આમ જાગૃતિ મંડળે પણ ગામમાં સારા એવા સેવાકાર્યો કરેલા.
                                        - વાલી મંડળ -
સ્થાપના  -  સને  ૧૯૭૧
   પ્રમુખ -   શ્રી ભુપતસિંહ કેશરીસિંહ રાઠોડ
-         વિશેષ માહિતી
        માધ્યમિક શાળામાં ચાલતા શિક્ષણકાર્ય પર દેખરેખ રાખવા તથા શાળાની પ્રગતિ થાય અને વિધાર્થીઓને સારું શિક્ષણ મળી રહે તે હેતુથી વાલી મંડળની રચના કરવામાં આવી હાલના નવા પ્રમુખ શ્રી જાદવ ઠાકોરભાઇ મોહનભાઇ છે. તેઓ સારા એવા ઉત્સાહથી કાર્ય કરી રહ્યા છે.
                                         -  નાટ્ય કલા મંડળ
     સને  - ૧૯૫૭   થી  ૧૯૬૭
આગેવાન – શ્રી ભુપતસિંહ દાદાબાવા જાદવ
ડાયરેક્ટર -  શ્રી સુરસિંહ દાદાબાવા જાદવ
-         વિશેષ માહિતી  -
       આ મંડળ કોઇપણ હોદ્દેદાર સિવાય માત્ર ભુપતસિંહના વડપણ હેઠળ ચાલતું અને નાટ્ય મંડળમાં શ્રી સુરસિંહ દાદાબાવા ડાયરેક્ટર તરીકે કાર્યવાહી કરતા. તેમના વડપણ હેઠળ દર વર્ષે  ૨૬ મી જાન્યુઆરીની ઉજવણીના રૂપે  ‘ નડિયાડ ‘ નાટ્ય કલામંડળમાંથી નાટીકાઓ મંગાવી ને ભજવતાં. મધનીષેધ, સૈનિક, ધરતીના છોરું, જુદાઇનો ઝેરે વિગેરે નાટકો ભજવેલા. તેમાં શ્રી નરદેવ ચુનીલાલ ભટ્ટ , કાન્તીગીર રતનગીર ગોસાઇ, મહિજીભાઇ મોતીભાઇ જાદવ, જશવંતસિંહ ભીમસિંહ પરમાર, શીવશંકર રણછોડદાસ, વિશ્વનાથ ગણપતરામ ભટ્ટ, ફતેસિંહ રતનસિંહ જાદવ, ઉદેસંગ મોહનભાઇ જાદવ, પ્રતાપસંગ બહેચરભાઇ પરમાર તથા અન્ય નામી-અનામી ઘણા કલાકારો ઉપરાંત શાળાનાં વિધાર્થી ભાઇ-બહેનો કાર્યક્રમમાં ભાગ લેતા હતા. હાસ્ય કલાકાર મહિજીભાઇ તથા જશવંતસિંહ તથા કાન્તીગીર સ્ટેજ પર આવતાં જ પબ્લીકને ખડખડાટ હસાવતા તથા મે નાટકમાં જોકર તરીકેનું પાત્ર ભજવેલું તેથી સહકાર્યકરો મને  ‘ જોકર ‘ ના ઉપનામથી સંબોધતા જે મેં સ્વીકારી લીધું. આમ આ મંડળ કોઇપણ હોદ્દેદાર સિવાય સ્વંયશીસ્તથી નિસ્વાર્થ ભાવે કાર્ય કરતું હતું જે આજે બંધ છે.
                             -  ગ્રામ રક્ષકદળ
         સને  - ૧૯૬૩ જાન્યુઆરી  રચના થઇ.
મુખ્ય કમાન્ડર – શ્રી ભાઇજીભાઇ પુંજાભાઇ જાદવ
                                       વિશેષ માહિતી
         સરપંચશ્રી સુરસિંહ દુલાબાવા રાઠોડના સમયમાં બ્લોક ડેવલોપમેન્ટ ઓફિસ-જંબુસરના તા:૦૯/૦૧/૧૯૬૩ ના પરિપત્ર મુજબ સંરક્ષણદળની સ્થાપના કરવામાં આવી હતી તેના કમાન્ડર તરીકે શ્રી ભાઇજીભાઇ પુંજાભાઇ જાદવની નિમણૂક કરવામાં આવી હતી. તે સમયે દરરોજ સાંજના ચાર વાગે પોલિસ ગ્રાઉન્ડમાં સભ્યો પરેડ કરવા પણ જતા અને તેની તાલીમ લેતાં ગામમાં રક્ષણનું કાર્ય કરતાં. સમય જતાં તે મંડળ બંધ થઇ ગયું.
                                         -  આધ્યાત્મિક મંડળો
                                               ( બહેનો )
૧. મહિલા મંડળ – સ્થાપના   તા.૨૭/૦૮/૧૯૬૭
                      પ્રમુખ – મણીબેન લક્ષ્મણદાસ જાદવ
                        મંત્રી – સરસ્વતિબહેન ભુપતસિંહ જાદવ
૨. દશામાં મંડળ  મોનત – શ્રીમતિ મણિબેહેન ફતેસિંહ જાદવ
                    કોટવાળ – ગં.સ્વ. બજુબેહેન ફુલાભાઇ જાદવ
        ઢોલવાળો વગાડનાર – શ્રીમતિ ધનીબહેન માનસંગ જાદવ
૩. જાનકી મંડળ -    મોનત -  ધુળીબહેન માધવસંગ જાદવ
                     કોટવાળ –
૪.વેરાઇ માતા મંડળ – મોનત – પુંજીબહેન ચંદુભાઇ જાદવ
                       કોટવાળ -
૫.રાધા કૃષ્ણ મંડળ મોનત – કુસુમબહેન હિંમતસિં જાદવ
                          મંત્રી – શ્રીમતિ સજનબેન સરદારસિંહ રાઠોડ
                     વાજાપેટી – શ્રીમતિ જશોદાબહેન નટવરલાલ
                      કોટવાળ – શ્રીમતિ શારદાબેન કનુભાઇ દરજી 
                                                    ( પુરુષો )
૧.  મોટું મંડળ – મોનત – શ્રી સોમાભાઇ દેશાઇભાઇ જાદવ
               વાજાપેટી – શ્રી મોહનભાઇ જીવાભાઇ જાદવ
                            શ્રી ભીમસંગ માનસંગ જાદવ
                તબલચી -  શ્રી કાભઇભાઇ ડાહ્યાભાઇ જાદવ
                 કોટવાળ –
                                    વિશેષ માહિતી
     ગામમાં તથા બહારગામ ખ્યાતી ધરાવતું મંડળ હતું. ગામમાં ભજન કિર્તન તથા વ્યાખ્યાનો કરી લોકોમાં ભક્તિરસ જગાડતા હતા. સમય જતાં મંડળના બે ભાગ પડી ગયા. (૧) જય અંબે મોટું મંડળ અને                            (૨) શ્રી કૃષ્ણ ભજન મંડળ બન્યાં.
૨. જય અંબે મોટું મંડળ – મોનત   – શ્રી રાવજીભાઇ સોમાભાઇ જાદવ
                           વાજાપેટી – શ્રી જશવંતસિંહ સુરસિંહ જાદવ
                           તબલચી -  શ્રી રાજેન્દ્રભાઇ ફુલસંગ જાદવ
                           કોટવાળ –
                                        
                                            વિશેષ માહિતી
                સોમાભાઇ  દેસાઇભાઇ ના અવસાન બાદ તેમના સુપુત્ર શ્રી રાવજીભાઇ ને ચાદર ઓઢાડી મંડળના મોનત બનાવ્યા. પરંતુ કમનશીબે કાળની થાપટ વાગતાં તેઓ પણ રામશરણ થયા અને ત્યારબાદ શ્રી જશવંતસિંહ સુરસિંહ જાદવ ને ચાદર ઓઢાડી મંડળના મોનત બનાવ્યા ગામમાં ભક્તિરસનો પ્રવાહ વહેવડાવવા પ્રયત્ન કરતા.
૩. શ્રી કૃષ્ણ ભજન મંડળ – મોનત – શ્રી ફુલાભાઇ ઇશ્વરભાઇ જાદવ
                          વાજાપેટી -  શ્રી શંકરભાઇ સુરસંગ જાદવ
                          તબલચી -  શ્રી રમેશભાઇ ચંદુભાઇ લીમ્બચીયા
                                       શ્રી રમણભાઇ શનાભાઇ જાદવ
                           કોટવાળ -  શ્રી છીતુભાઇ
                                           ( જશવંતભાઇ ખોડાભાઇ જાદવ
                                           વિશેષ માહિતી
      મંડળના બીજા વિભાગના મોનત શ્રી ફુલાભાઇ ઇશ્વરભાઇ જાદવને ચાદર ઓઢાડી બનાવ્યા. પરંતુ કાળની થાપટ વાગતાં તેઓશ્રી રામશરણ થયા અને તે મંડળ પડી ભાગ્યું. ત્યારબાદ તેમાંથી ભાથુજી બાળ મંડળની રચના થઇ.
૪. ભાથુજી બાળ મંડળ – મોનત -  શ્રી રણજીતભાઇ ફુલાભાઇ જાદવ
                        વાજાપેટી – શ્રી ધર્મેન્દ્રસિંહ ફતેસિં જાદવ
                         તબલચી – શ્રી લાલજીભાઇ જશવંતસિંહ જાદવ
                                           વિશેષ માહિતી
      સદર મંડળ અસ્તીત્વમાં આવતાં તેના મોનત શ્રી રણજીતસિંહને બનાવ્યા.સદર મંડળ ભજન કિર્તનના કાર્યક્રમો ઉપરાંત લગ્ન પ્રસંગે તથા અન્ય પ્રસંગોએ જમણવારમાં પીરસવા માટેની સેવા કરવા જાય છે ઉપરાંત દરવર્ષે શ્રાવણ માસમાં વહેલી સવારે ગામમાં પ્રભાત ફેરી પણ ફરે છે અને વહેલી સવારમાં ભક્તિરસ ફેલાવે છે.
૫. રામજી ભજન મંડળ – મોનત – શ્રી શીવશંકર રણછોડદાસ પુજારી
                        વાજાપેટી - શ્રી શીવશંકર રણછોડદાસ પુજારી
                         તબલચી – શ્રી ભગવાનસંગ મોહનભાઇ જાદવ્
                                     શ્રી ઉદેસંગ મોહનભાઇ જદવ
                         કોટવાળ -  શ્રી ગીરધરભાઇ છગનભાઇ લીમ્બચીયા
                                            વિશેષ માહિતી
      ગામમાં ભજન કિર્તનના કાર્યક્ર્મ કરતા તથા ધાર્મિક તહેવારોની ઉજવણી પ્રસંગે રામજી મંદિરમાં ભજન કિર્તન કરતા. સમયજતાં શ્રી શીવશંકર રણછોડદાસ રામશરણ થયા.ત્યારબાદ મંડળ પડી ભાગ્યું.
૬. મહાકાળી ભજન મંડળ – મોનત – શ્રી માનસંગ બહેચરભાઇ જાદવ
                           વાજાપેટી – શ્રી ભીખાભાઇ આશાભાઇ જાદવ
                            તબલચી – શ્રી અતુલભાઇ ભાઇજીભાઇ જાદવ
                            કોટવાળ –
૭. ગુરુ મંડળ – મોનત – શ્રી છગનભાઇ મથુરભાઇ જાદવ
               વાજાપેટી- શ્રી રાજુભાઇ ભાઇજીભાઇ જાદવ
               તબલચી – શ્રી ભીખાભાઇ
                કોટવાળ –
૮. નિરાંત ભજન મંડળ – મોનત – શ્રી માનસંગ મફતભાઇ જાદવ
                        વાજાપેટી – શ્રી માનસંગ મફતભાઇ જાદવ
                         તબલચી – શ્રી નારસંગ ભગવાન શીવા
                         કોટવાળ -
૯. હિંગરાજ ભજન મંડળ – મોનત – શ્રી મનુભાઇ રાયસંગ ચૌહાણ
                         વાજાપેટી -  શ્રી રણજીતભાઇ ફતેસંગ જાદવ
                           તબલચી-  શ્રી રતનસંગ ઉદેસંગ જાદવ
                            કોટવાળ – શ્રી રાવજીભાઇ રામસંગ જાદવ
૧૦. સ્વાધ્યાય પરિવાર – મુખ્ય કાર્યકરો- ૧. શ્રી અભેસંગ મોહનભાઇ પરમાર
                                           ૨. શ્રીમતિ કૈલાસબહેન બીપીનચંન્દ્ર જાદવ
                                            વિશેષ માહિતી
     યોગેશ્વર એટલે યોગ દ્વ્રારા ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ બતાવનાર કાર્યકર મંડળ. તેમાં મુખ્ય ગીતાઉપદેશ દ્વ્રારા શ્રી કૃષ્ણ પ્રત્યે ભક્તિભાવ જગાડનાર મંડળ. તેના મુખ્ય સ્થાપક પ.પુ.શ્રી પાંડુરંગ આઠવલે તથા  શ્રીમતિ જયશ્રી બહેન – દીદી એ બંને એ યુવાનોમાં ભક્તિ ભાવના જગાડવા યોગેશ્વર મંડળની રચના કરી આમાં લોક જાગૃતિ માટે જુદાજુદા લત્તામાં જઇ ભાઇ-બહેનોને એકત્ર કરી ધર્મોપદેશ કરવો તે માટે પાથરણું-પ્રકાશ અને પાણી સિવાય બીજી કોઇ સુવિધા કે ખર્ચા કરવા નહિ એવી શુધ્ધ ભાવાનાથી કાર્યકર્તાઓ કામ કરે છે. ગામમાં અને સીમ વિસ્તારમાં પણ શ્રીમતિ કૈલાસબહેન તથા શ્રી અભેસંગ તથા અન્ય સહકાર્યકરો મંડળના ખુબ પ્રવૃતિશીલ છે. તેઓ ગીતા જ્ઞાનનો પ્રચાર કરી લોકોમાં ધર્મ પ્રત્યે રૂચી પેદા થાય અને રસ જાગૃત થાય તે માટે અથાગ પ્રયત્નો કરે છે. ગીતાજ્ઞાન દ્વ્રારા મોટા પાયા પર કાર્યક્રમો રાખી હરિફાઇઓ પણ યોજાય છે. ગામમાં કુલ સાત જ્ગ્યાએ કેન્દ્રો ચાલે છે. ૧. જી બાવાની ખડકીમાં ૨. કાનજીમામા વગામાં ૩. મોરવગામાં ૪. વરસીંગ વગામાં ૫. નાની પાટીમાં ૬. નવી વસાહત ૭. અંબાજી ફળિયામાં
             આમ આજે પણ એ મંડળ કાર્યરત છે.
૧૧.સ્વામી નારાયણ મંડળ- મુખ્ય કાર્યકરો ૧. શ્રી ઉદેસંગ છગનભાઇ જાદવ
                                           ૨. શ્રી મનીષચંન્દ્ર ચંન્દ્રસિંહ રાઠોડ
                                        વિશેષ માહિતી
        પ.પુ.શ્રી સહજાનંદ સ્વામીએ રચેલો પંથ છે. જે સ્વામીનારાયણના નામથી પ્રસરી રહ્યો છે. તેના પ્રસાર માટે ગામના ઉત્સાહી શ્રી ઉદેસંગભાઇ જાદવ તથા શ્રી મનિષચંન્દ્ર રાઠોડ તથા અન્ય સાથી કાર્યકરોના સહયોગથી ધર્મ પ્રચારની પ્રવૃતિ કરે છે અને તે માટે ગામમાં જુદાજુદા લત્તામાં ધર્મ સભાઓ યોજે છે અને લોકોમાં ધર્મ પ્રત્યે રૂચી જગાડવા પ્રયત્ન કરે છે.
૧૨. બાપા સિતારામ મંડળ – મુખ્ય કાર્યકરો- ૧. શ્રી લાલજીભાઇ દલપતભાઇ જાદવ
                                              ૨. શ્રી ભાઇલાલભાઇ મોતીભાઇ લીમ્બચીયા
                                       વિશેષ માહિતી
          ગામમાં થતા સેવાકાર્યો , ધાર્મિક કાર્યો કે ધાર્મિક પ્રસંગો ઉજવણીઓ હોય ત્યારે શ્રી લાલજીભાઇ દલપતભાઇ જાદવ તથા શ્રી ભાઇલાલભાઇ મોતીભાઇ લીમ્બચીયા તથા અન્ય કાર્યકરોના સહયોગથી મફત ચા – પાણી તથા ખીચડી ભોજન વ્યવસ્થા કરે છે. આ રીતે ધર્મ પ્રત્યે જાગૃતિ લાવી લોક જાગૃતિ ના કાર્યકમો કરે છે.
૧૩. મારૂતિ મિત્ર મંડળ – પ્રમુખશ્રી – જાદવ અરવિંદભાઇ ફતેસંગ
                             મંત્રીશ્રી - ભટ્ટ કમલેશકુમાર વિનોદચંન્દ્ર
         દરવાજાનું બાંધકામ – સંને – ૨૦૦૬ થી ૨૦૦૭
                                           વિશેષ માહિતી
   ગામમાં થતા ધાર્મિક કાર્યો તથા ધાર્મિક તહેવારોની ઉજવણીમાં સાથ-સહકાર આપી સેવાનું કાર્ય કરે છે. કાળકા માતાના મંદિરનો વહિવટ કરે છે. નવરાત્રમાં આયોજન કરે છે.
   નોંધ  - સદર તમામ મંડળો ભજન કિર્તન દ્વ્રારા તથા ધાર્મિક કાર્યક્રમો દ્વ્રારા લોકોમાં ભક્તિ ભાવના જગાડી આધ્યાત્મિક પગદંડી તરફ પ્રયાણ કરવાની પ્રેરણા આપે છે. મહિલા મંડળો પણ બહેનોમાં જાગૃતિ
લાવી ભજન કિર્તન દ્વ્રારા ઇશ્વરમાં શ્રધ્ધા-ભાવના જાગૃતિ કરવા પ્રયત્ન કરે છે  
                                                                                     ધન્યવાદ  -